પાક. સાથે આરપારના જંગની તૈયારી ચાલે છે?

  • પાક. સાથે આરપારના જંગની તૈયારી ચાલે છે?
  • પાક. સાથે આરપારના જંગની તૈયારી ચાલે છે?

સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે જણાવ્યું હતું કે જો ચીન તાકતવર છે તો આપણે પણ કમજોર નથી. આ સિવાય પાકિસ્તાન મુદ્દે જનરલ રાવતે જણાવ્યું હતું કે ત્યાંથી મળી રહેલી પરમાણુ ધમકી માત્ર ઝાસો છે.
સેના દિવસ પહેલા શુક્રવારે સેના પ્રમુખે મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે એ ખરું છે કે ચીન તાકાત દેખાડી રહ્યું છે અને દબાણ દઇ રહ્યું છે. આપણે ચીનની સાથે વિવાદને આગળ નથી વધારવા માગતા પરંતુ આપણા ક્ષેત્રમાં હુમલો કે અતિક્રમણ પણ નહીં થવા દઇએ.
સેના પ્રમુખે જણાવ્યું હતું કે લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ (એલએએસી) પર મતભેદનો મામલો ઉકેલવા માટે આપણી પાસે બહેતરીન વ્યવસ્થા છે. તેના દ્વારા તાજેતરમાં અરૂણાચલ પ્રદેશના ટુરીંગમાં રોડ બનાવવાનો મામલો ઉકેલ્યો હતો. આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે, ઈન્ડિયન ફોર્સ પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીનો જવાબ આપવા માટે તૈયાર છે. જો સરકાર મંજૂરી આપે તો અમે બોર્ડર પાર કરીને કોઈ પણ ઓપરેશનનો અંત લાવવા માટે તૈયાર છે. શુક્રવારે રાવતે કહ્યું છે કે, અમે પાકિસ્તાનના ખોટાનો જવાબ આપીશું. જો પાકિસ્તાન સાથે સામનો થશે અને અમને કોઈ પણ ટાસ્ક આપવામાં આવશે તો અમે તેને પૂરો કરીશું
હું એવું નથી કહી રહ્યો કે, અમે માત્ર એ કારણથી બોર્ડર ક્રોસ નહીં કરીએ કે પાકિસ્તાન પાસે એટમી હથિયાર છે. પરંતુ અમે તેમના ન્યૂક્લિયર વેપન્સ વિશે બોલવામાં આવેલા ખોટાણાને ઉઘાડું પાડવા માગીએ છીએ. આર્મી ચીફને સવાલ કરવામાં આવ્યો હતો કે, એ વાતની શક્યતા છે કે બોર્ડર પર ચાલી રહેલા તણાવના કારણે પાકિસ્તાન એટમી હથિયારોનો ઉપયોગ કરી શકે છે? રાવતે કહ્યું કે, અમે ભારત અને અમેરિકી ફોજ સાથે તાલ-મેલ વધારનાર મિલિટ્રી ઓફિસરોની અપોઈન્ટમેન્ટ માટે વિચાર કરી રહ્યા છીએ.
રાવતે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં આવેલી સિક્યુરિટી ફોર્સ પાકિસ્તાનના સીઝફાયર વાયોલન્સનો મજબૂતીથી જવાબ આપી રહી છે. અમારો હેતુ પાકિસ્તાનને એ સમજાવાનો છે કે આતંકી જૂથોની મદદ કરવાથી કેટલું નુકસાન થઈ શકે છે. પાકિસ્તાનમાં આતંકવાદ ક્યારેક ને ક્યારેક પૂરી થઈ જાય તેવી વસ્તુ છે. અમે પાકિસ્તાન આર્મીની તે ચોકીને નિશાન બનાવી રહ્યા છે અને ભારતમાં આતંકીઓ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમને કવર ફાયર પણ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન આર્મીને પણ દુખ થાય. જો પાકિસ્તાન આર્મીને દર્દનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી તેઓ સતત આતંકીઓ અહીં મોકલતા રહેશે. જોકે અમે કાર્યવાહી કરતા આતંકીઓની સુરક્ષા કરતી પાકિસ્તાન પોસ્ટને ટાર્ગેટ કરીશું. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ભારતની તુલનામાં 3-4 ગણા લોકો વધુ મરે છે.
2016માં બુરહાન વાણીના મોત પછી આર્મી સાઉથ કાશ્મીરમાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનને ફોકસ કરી રહી છે, પરંતુ હવે તેનું કેન્દ્ર નોર્થ કાશ્મીર હશે. આર્મી ચીફ બિપિન રાવતે વધુમાં કહ્યું કે, એજન્સી જ્યારે બિલ્ટ અપ એરિયા હોય છે ત્યારે ઘણી જ મુશ્કેલીઓ હોય છે. આપણા હ્યુમન રાઈટનો રેકોર્ડ ઘણો જ સારો છે, જો આતંકી કોઈ ઘરમાં છુપાયેલો હોય તો તે ગભરાયેલો હોય છે અને તેને કારણે જ તે ફાયર કરતો હોય છે અને આપણી કેઝ્યુલ્ટી થઈ જાય છે.
જનરલ રાવતે કહ્યું કે, નસ્ત્રઅમે 39 આતંકીઓને જીવતાં પકડ્યા છે. અમે તેને પૂરી તક આપીએ છીએ, સંપર્ક કરીએ છીએ. પણ હું એમ કહી શકુ છું કે કાશ્મીરમાં આતંકવાદ ખત્મ નથી થયો. આર્મી ચીફે જણાવ્યું કે, આ વખતે અમારૂ ફોકસ ઉત્તરી કાશ્મીરમાં હશે. ઓપરેશન બારામૂલા, હંદવાડા, બાંદીપુર, પટ્ટન સહિત ઉત્તરી કાશ્મીરના વિસ્તારમાં ફોકસ કરીશું.
જનરલ રાવતે જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓને સતત મોકલી રહ્યાં છે, તમે જેટલાં મારશો તેઓ ફરી મોકલી દેશે. અને તેથી જ અમે નિર્ધારિત કર્યુ છે કે પાકિસ્તાનની સેનાની તે પોસ્ટ્સને નિશાન બનાવવામાં આવે જ્યાંથી આતંકીઓને મદદ મળી રહી છે. લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ (એલએએસી) પર મતભેદનો મામલો ઉકેલવા માટે આપણી પાસે બહેતરીન વ્યવસ્થા છે