સિર્ફ હંગામા કરના ‘ઉનકા’ મકસદ નહીં

  • સિર્ફ હંગામા કરના ‘ઉનકા’ મકસદ નહીં
  • સિર્ફ હંગામા કરના ‘ઉનકા’ મકસદ નહીં

આ દેશમાં લોકશાહી છે ને એ જ ખતરામાં હોય તો આપણી ઊંઘ ઊડી જ જવી જોઈએ. એવું ના થાય તો સમજવું કે આપણામાં સંવેદનશીલતાનો અભાવ છે ને 
આપણે લોકશાહીને લાયક નથી શુક્રવારે એ ક્રમ તૂટ્યો ને સુપ્રીમ કોર્ટના ચાર જજ મીડિયા સામે આવ્યા. જસ્ટિસ જસ્તી ચેલમેશ્ર્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ એ ચાર જજે જસ્ટિસ ચેલમેશ્ર્વરના ઘરે એક પત્રકાર પરિષદ યોજી અને જાહેરમાં પોતાના બળાપા કાઢ્યા. ભારતના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટના ચાર-ચાર જજ જજ મીડિયા સામે આવીને બોલ્યા હોય ને પોતાની આપદાઓની વાત કરી હોય. આ ચારેય સન્માનનીય જજે સુપ્રીમ કોર્ટમાં ચાલતીઅનિયમિતતા અને ખાસ તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. આ ઘટના પણ ઐતિહાસિક છે કેમ કે પહેલી વાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે સુપ્રીમના જ 4 જજ બાંયો ચડાવીને મેદાનમાં આવી ગયા હોય. આ ઘટના બહુ ગંભીર છે ને જેના હૃદયમાં પણ આ દેશ માટે લાગણી હોય તેને હચમચાવી નાંખે એવી છે. આ ચારેય જજે થોડા મહિના પહેલાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને એક કાગળ લખીને આ વાત કરેલી જ પણ ચીફ જસ્ટિસે કશું ના કર્યું તેથી છેવટે તેમણે મીડિયા સામે આવવું પડ્યું. આ ચારેય સન્માનનીય જજે જે વાતો કરી તેનો સૂર એ છે કે, સુપ્રીમ કોર્ટનું તંત્ર ડોફળાઈ ગયું છે ને જે રીતે કામ કરવું જોઈએ એ રીતે નથી કરતું. આ વાત તેમણે ચોખ્ખા શબ્દોમાં લખી છે પણ જે વાત નથી લખી એ વાત એ છે કે ચીફ જસ્ટિસ પોતાની મનમાની કરે છે ને બીજા જજીસને ભાજીમૂળાં સમજીને તેમને મહત્ત્વ જ નથી આપતા. ચારેય જજે સાત પાનાંનો લાંબોલચ્ચક કાગળ ચીફ જસ્ટિસને લખેલો. આ આખો કાગળ તો અહીં ઉતારી શકાય એમ નથી પણ તેમાં ઊડીને આંખે વળગે એવી કેટલીક વાતો છે. આ જે પણ વાતો છે એ ચારેય જજની લાગણી છે ને તેમને એવું લાગે છે એ વાતની ચોખવટ પહેલાં જ કરી લઈએ. આ ચારેય જજે બીજા પણ મુદ્દા ઉઠાવ્યા છે ને એ બધા ટેક્નિકલ છે. જેમને ન્યાયતંત્રમાં સમજ પડતી હોય તેમને એ બધી વાતોમાં ખબર પડે, સામાન્ય લોકોને તેમાં ટપ્પો નહીં પડે તેથી એ પારાયણ અહીં નથી માંડતા પણ ટૂંકમાં કહીએ તો ચારેય જજે ચીફ જસ્ટિસની કામગીરી અને પ્રમાણિકતા બંને સામે સવાલો ઉઠાવ્યા છે. ચારેય જજે સીધા શબ્દોમાં આ વાત નથી કરી પણ મહત્ત્વના કેસોની સુનાવણી ચીફ જસ્ટિસ પોતે જ કરે છે ને મોટા કેસો પોતાના મળતિયાઓને આપે છે એ વાતનો અર્થએ જ થાય. આપણે ત્યાં લોકો પ્રમાણિકતાને પૈસાની લેતી-દેતીના કાટલાથી જ જોખવા ટેવાયેલા છે તેથી કોઈની પ્રમાણિકતા સામે શંકા કરાય એટલે તેણે પૈસા ખાઈને ગોલમાલ કરી હશે તેવો જ વિચાર સૌને આવે. આ કિસ્સામાં આ ચારેય જજનો કહેવાનો અર્થ પૈસા ખાઈને કરાતી ગરબડ અંગે હોવાની શક્યતા ઓછી છે તેથી પ્રમાણિકતાને બહુ વ્યાપક સંદર્ભમાં જોવાની જરૂર છે. કોઈ વ્યક્તિ પોતાને સોંપાયેલી કામગીરી સરખી રીતે ના કરીને પોતાના માનીતાઓને લાભ ખટાવે એ અપ્રમાણિકતા જ છે કેમ કે એ પ્રકારની કામગીરી દ્વારા એ અંતે તો સામે કોઈ ને કોઈ લાભ મેળવતી જ હોય છે. લાભ ના મેળવતી હોય તો પણ આ અપ્રમાણિકતા જ કહેવાય, કેમ કે અંતે તો તમને સોંપાયેલી કામગીરી તમે પ્રમાણિકતાથી નથી બજાવતા. આ ચારેય જજનો ઈશારો આ પ્રકારની અપ્રમાણિકતા સામે પણ હોય ને બીજા કોઈ પ્રકારની અપ્રમાણિકતા સામે પણ હોય. જે હોય તે પણ આ આક્ષેપ એકદમ ગંભીર છે એ કબૂલવું જ પડે. આ ચારેય જજે પત્રકાર પરિષદમાં પોતાના પત્રમાં જે વાતો કહેલી એ જ દોહરાવી પણ એ સિવાય તેમણે એક વાત એ પણ કરી કે, સુપ્રીમ કોર્ટમાં છેલ્લા બે મહિનાથી જે ચાલી રહ્યું છે તે જ રીતે ચાલતું રહેશે તો આ દેશની લોકશાહી ખતમ થઈ જશે. આ વ વાતનો અર્થ શો ? કાઢવા હોય તો તેના ગમે તેટલા અર્થ કાઢી શકાય. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પોતાના સાથીઓને બાજુ પર મૂકીને બીજા કોઈને ઈશારે સુપ્રીમ કોર્ટનો કારભાર ચલાવે છે તેવો અર્થ પણ કાઢી શકાય ને સુપ્રીમ કોર્ટમાં આ દેશની લોકશાહીને ખતમ કરી નાંખે તેવું કશુંક રંધાઈ રહ્યું છે તેવો અર્થ પણ કાઢી શકાય. બીજા પણ ઘણા અર્થ કાઢી શકાય ને જેને જે ફાવે તે અર્થ કાઢવાની છૂટ છે. આપણે તેના પિષ્ટપિંજણમાં નથી પડવું કેમ કે તેનો કોઈ અંત નથી પણ આ વાત જ આપણી ઊંઘ ઉડાડી મૂકે એવી છે. સુપ્રીમ કોર્ટમાં ખરેખર એવું શું ચાલી રહ્યું છે કે જેના કારણે આ દેશની લોકશાહી ખતમ થઈ શકે છે? આપણને ખબર નથી ને આ ચાર જજ કહે તો જ ખબર પડે પણ આ વાત જ સ્ત્રરાવી નાંખનારી છે. આ દેશની ઓળખ જ તેની લોકશાહી છે ને આપણે અહીં શાંતિથી રહી શકીએ છીએ તેનું કારણ એ છે કે, અહીં લોકશાહી છે. બાકી આ દેશમાં તો ઠેર ઠેર એવા નમૂના ભર્યા પડ્યા છે કે જે તમને જીવવા જ ના દે. રાજકારણીઓ હોય કે સરકારી અધિકારીઓ હોય, પોલીસ હોય કે બીજા જે પણ પાવર સાથે સંકળાયેલા લોકો હોય એ બધાં સામાન્ય માણસનું જીવવું હરામ કરી નાંખે ને તેમને ગુલામ બનાવીને રાખે. એવું થતું નથી કેમ કે આ દેશમાં લોકશાહી છે ને એ જ ખતરામાં હોય તો આપણી ઊંઘ ઊડી જ જવી જોઈએ. એવું ના થાય તો સમજવું કે આપણામાં સંવેદનશીલતાનો અભાવ છે ને આપણે લોકશાહીને લાયક નથી. હાઈ કોર્ટના આ ચારેય જજ સન્માનનીય માણસો છે ને તેમણે જે વાત કરી તેની સામે શંકા કરવાને કોઈ કારણ નથી તેથી આપણે ખરેખર ચિંતા કરવી જ જોઈએ. આશા રાખીએ કે આ ચારેય જજ પણ આ દેશ તરફની તેમની ફરજને મહત્ત્વ આપીને વધારે ફોડ પાડીને વાત કરે કે જેથી લોકો સતર્ક થાય.