ધારાસભ્ય પાડવા ગ્યા છાંકો પણ ઉતરી ગ્યો ફાંકો

  • ધારાસભ્ય પાડવા ગ્યા છાંકો પણ ઉતરી ગ્યો ફાંકો

હરિદ્વાર તા.13
રાજનેતાઓ દ્વારા પોતાના બાળકોના લગ્નમાં રુઆબ દેખાડવો સામાન્ય બાબત છે પણ ઉત્તરાખંડના એક ધારસભ્ય આમા પણ બે ડગલાં આગળ નીકળી ગયા. તેમણે પુત્રીના કાર્ડ પર પોતાના હોદ્દાની સાથે-સાથે રાજ્ય સરકારનો લોગો પણ ઉપયોગમાં લઈ લીધો. સોશિયલ મીડિયા પર ખકઅની આ હરકતની ખૂબ આલોચના થઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટી તરફથી હરિદ્વારના જ્વાલાપુરના ધારાસભ્ય સુરેશ રાઠોડની પુત્રીના લગ્ન બુધવારે 10 જાન્યુઆરીએ હતાં. લગ્નના કાર્ડ જ્યારે લોકોના હાથમાં પહોંચ્યા ત્યારે બધા એ જોઈને દંગ રહી ગયા કે, કાર્ડ પર ઉત્તરાખંડ સરકારનો લોગો લગાવેલા છે.
સોશિયલ મીડિયા પર કાર્ડની તસવીર થતા જ લોકોએ તે અંગે સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું. ઘણા લોકોએ સવાલ પૂછ્યા કે, શું લગ્ન સરકારી પૈસાથી થઈ રહ્યાં છે તો ઘણા લોકોએ ખકઅ ના આ નિર્ણયને નૈતિક રીતે અયોગ્ય ગણાવતા કહ્યું કે, આનાથી લોકો વચ્ચે ખોટો સંદેશ ફેલાઈ શકે તેનું તેમણે ધ્યાન રાખવું જોઈતું હતું.