26મીની પરેડમાં ગુજરાત તરફથી ‘સાબરમતી’ ટેબ્લો


અમદાવાદ,તા.13
અમદાવાદની સાબરમતી નદી ઉપર સાબરમતી આશ્રમ આવેલ છે, જેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આ વર્ષે 26મી જાન્યુઆરીનાં દિવસે લાલ કિલ્લા ખાતે યોજાનારી પરેડમાં સામેલ થશે. આ પરેડમાં ગુજરાતની ઝાંખી આ વખતે સાબરમતી આશ્રમની થીમ પર રહેશે.
આ નિર્ણય હાલમાં જ સાબરમતી આશ્રમના 100 વર્ષ પૂર્ણ થયા હોવાથી ગુજરાતની ઝાંખી સાબરમતી આશ્રમની થીમ પર બનાવવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય અંતર્ગત ગુજરાતની ઝાંખી બનાવવા આશ્રમનાં ટ્રસ્ટીઓનું માર્ગદર્શન પણ લેવામાં આવ્યું છે. આગામી કેટલાક દિવસોમાં ઝાંખી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામા આવશે.
દક્ષિણ આફ્રીકાથી પરત ર્ફ્યા બાદ ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.
ભારતની આઝાદીમાં ગાંધીજી અને સાબરમતી આશ્રમનું અજોડ યોગદાન રહ્યું છે. આ આશ્રમને તાજેતરમાં 100 વર્ષ પૂર્ણ થયા હોવાથી આશ્રમની થીમ આધારીત ઝાંખી આ વર્ષની સ્વતંત્રતાદિનની ઉજવણીમાં સામેલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા સંગ્રામ સમયે ગાંધીજી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે રહ્યાં હતા. ગાંધજી પોતાના પત્ની સાથે સાબરમતી આશ્રમમાં 1918 થી 1930 દરમિયાન રહ્યાં હતા. જે તે સમયે સાબરમતી આશ્રમ ઘણો જ નાનો હતો અને તે સમયે ગાંધીજી સહિત કુલ 40 લોકો અહી સાબરમતી આશ્રમમાં રહેતા હતા. સાબરમતી આશ્રમ ગાંધીજીનાં સત્ય, અહિંસા, આત્મસંયમ, વિરાગ અને સમાનતાનાં સિધ્ધાંતોના આધારે કરેલા પ્રયોગોનો સાક્ષી રહ્યોં છે. દક્ષિણ આફ્રીકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની અહી જ સ્થાપના કરી હતી.
આ આશ્રમ એજ જગ્યા છે. જ્યાં મોહનચંદ ગાંધીને મહાત્માનું બીરૂદ મળ્યું હતું.