ભારત પર ઓસિ-જાપાનીઝ વાઇરસનો ખતરો

  • ભારત પર ઓસિ-જાપાનીઝ વાઇરસનો ખતરો


સીડની તા.13
ગત સપ્ટેમ્બર મહિનાથી ભારત બ્રિટન સહિત અનેક દેશોમાં ઓસ્ટ્રેલિયન ફ્લૂ ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી 93 લોકોનાં એક મહિનામાં મોત થયા છે. હવે આ વાઇરસ એશિયા, મધ્ય પૂર્વમાં ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં એક હજારથી વધુ લોકો તેનો ભોગ બન્યા છે. અમેરિકા, ફ્રાન્સ અને ફિલિપાઇન્સમાં પણ હજારો દર્દીઓ આ વાઇરસથી પીડિત છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સ્ટેટમાં આ વાઇરસથી 93 લોકોનાં મોત થયા છે.
ગયા અઠવાડિયે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડેટા અનુસાર ફ્લૂથી 48 લોકોનાં મોત થયા હતા.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધી આ વાઇરસના કારણે 1,938 લોકો હોસ્પિટલમાં
સારવાર હેઠળ છે.
જેમાંથી કેટલાંક પઓસિ ફ્લૂથ (ઈતતશય રહી)થી પિડાય છે, જ્યારે કેટલાંક જાપાનીઝ (Japanese) ફ્લૂ વાઇરસથી. ઓનલાઇન ટૂલ ફ્લૂ સર્વે અનુસાર, H3N2 ફ્લૂ વાઇરસનું નવું મ્યૂટન (વાઇરસનો એક પ્રકાર) છે. જે બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે અને ઝડપથી લાગુ પડે છે. જો કે, મેપમાં ભારતને આ વાઇરસથી ઓછા પ્રભાવિત વિસ્તારમાં દર્શાવ્યો છે.
વળી, ભારત સરકાર તરફથી આ વાઇરસને લઇને કોઇ જાણકારી કે ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
H3N2 ફ્લૂ અન્ય વાઇરસથી અલગ નથી. ગયા વર્ષે શિયાળામાં પણ આ વાઇરસ ફેલાયો હતો.
એક અઠવાડિયામાં સામાન્ય દવાઓ જેમ કે, પેરાસિટામોલ અને આરામથી દર્દી સ્વસ્થ થઇ જાય છે.
આ વાઇરસનું જોખમ એવા લોકો પર વધારે હોય છે, જે પહેલેથી જ બીમાર હોય. અથવા તેઓ ખૂબ જ વૃદ્ધ હોય કે પછી નવજાત બાળક. શું છે H3N2 વાઇરસ અને તે કેવી રીતે ફેલાય છે?
 ફ્લૂ વાઇરસ દર વર્ષે અને દરેક દેશોમાં ફેલાય છે, તેના પ્રકારોમાં પણ ફેરફાર થતા રહે છે. જેનો અર્થ એ છે કે, વાઇરસ એક હોવા છતાં તેના પેટાપ્રકારમાં થોડાંઘણાં ફેરફાર હોય છે. તેથી જ તેની વેક્સિન અને દવાઓ એક જ સરખા વાઇરસમાં કારગત સાબિત થતી નથી.
 આ પ્રકારના વાઇરસ ટ્રાવેલિંગ દરમિયાન એક દેશથી બીજાં દેશમાં ફેલાય છે. ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
બ્રિટનમાં જે ઓસ્ટ્રેલિયન અને જાપાનીઝ વાઇરસ છે તે તાવ (ફ્લૂ)નો જ એક પ્રકાર છે. દર વર્ષે શિયાળામાં આ વાઇરસ જોવા મળે છે. જેના મુખ્યત્વે બે અ અને  પ્રકાર છે.
 ઇ વાઇરસ ફોર્મમાં બે ગ્રુપ્સ હોય છે, જ્યારે અ વાઇરસના પ્રકારો બદલાતા રહે છે. અ વાઇરસમાં અ/ઇં3ગ2 અને અ/ઇં1ગ1 પ્રકારો હોય છે. (જે 2009માં ફેલાયેલા પસ્વાઇન ફ્લૂથ જેવા લક્ષણો ધરાવે છે.)
 હાલમાં બ્રિટનમાં જે વાઇરસ જોવા મળે છે તે અ વાઇરસ છે, જેમાં ઇં3ગ2ના દર્દીઓ સૌથી વધારે છે.
લક્ષણો શું ?
 તાવ, દુ:ખાવો, થાક, ગળામાં સોજા, માથાનો દુ:ખાવો, ઓછી ભૂખ, પેટમાં દુ:ખાવો, ડાયરિયા, છીંક અને શરદી.
 શું આ પ્રકારના વાઇરસથી મોત થઇ શકે છે?
 જવાબ છે હા! અભ્યાસ અને રિપોર્ટ્સના આધારે સામાન્ય ફ્લૂ વેક્સિનેસ ઇં3ગ2 પર અસર કરતા નથી.