બપોરા કેન્દ્રોમાં પીરસણાંનો ઉમેરો પણ અનાજ તેલની ફાળવણી ઓછી


મોરબી તા.13
મોરબી જીલ્લા માં આવેલ 170 જેટલા મધ્યાન ભોજન યોજનાના સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પગાર વધારો ભથ્થા તેમજ માલ નો જથ્થો પૂરતો ન આપતા કચેરી ખાતે મોરબી મધ્યાહન ભોજન યોજના સમિતિ ની એક બેઠક મળી હતી. સરકાર તરફથી મધ્યાન ભોજનના નવા મેનુ મુજબ દરરોજ બાળકોને નાસ્તો આપવાનું થાય છે જેમાં સુખડી,ચના,મુઠીયા,ચાટ જેવી વસ્તુ દૈનિક ધોરણે આપવાનું નક્કી થયેલ છે જે દરેક વસ્તુ બનાવવા માટે સરકાર તરફથી પૂરતું તેલ ફાળવવામાં આવતું નથી. અગાઉ જુના મેનુ મુજબ તેલ ફાળવણી કરતા હતા તેજ જથ્થો નવા મેનુ મા પણ ફાળવવામાં આવે છે નવા મેનુ મુજબ ભોજન અને ત્યારબાદ નાસ્તો આપવાનું નક્કી થયેલ છે આમાટે નાસ્તો અને ભોજન ની રસોઈ અલગ-અલગ સમયે અલગથી બનાવવાની થાય છે જેમાં મધ્યાન ભોજન કેન્દ્ર ઉપર ફરજ બજાવતા રસોયા તેમજ મદદનીશના ફરજગાળાનો સમય બે ગણો એટલેકે છ કલાક જેટલો થઇ જાય છે ત્યારે મદદનીશ અને રસોયા ના પગાર વધારવા ની પણ માંગ સંચાલકો માં ઉઠી છે.
પગાર વધારો કરવામાં નાં આવે તો રસોયા અને મદદનીશ નિયત ભથ્થા માં કામ પર ન આવવા સહિત ના મુદ્દે મિટિંગ મળી હતી તેમજ નવા મેનુ પ્રમાણે નાસ્તા ની આઈટમો બનાવવા માટે મસાલાઓ ની જરૂરિયાત પડે છે.
આ તમામ વસ્તુની ખરીદી કટિજન્સી માંથી રહે છે જેથી નાસ્તો આપવા માટે સુખડીની જેમ અલગ થી કટિજન્સી રકમની ફાળવણી કરવી જોઈ નવા મેનુ મુજબ બે વાર થેપલા બનાવવાના થાય છે આ થેપલા બનાવવા માટે તેલની જરૂરિયાત પડે છે સરકાર તરફ થી તેલ નું પ્રમાણ બાળક દીઠ 10 ગ્રામ નક્કી થયેલ છે પરંતુ થેપલા બનાવવામાટે બાળક દીઠ 150 ગ્રામથી વધુ તેલ ની જરૂર પડે છે નવા મેનુ મુજબ અઠવાડિયામાં ઘઉંના લોટની વાનગીનો ઉપયોગ ચાર વખત કરવાનો થાય છે પરંતુ બાળકોને ચોખાની વાનગી બહુ પ્રિય હોય છે ઘઉં ની વાનગી કરતા ચોખાની વાનગી આઠવાડિયા મા ત્રણવાર બને અને ચોખાની ફાળવણી વધારવા ની સંચાલકો માં માંગ ઉઠી છે.