હવે ભૂલી જાવ Wi-Fi, આવે છે 100 ગણું ફાસ્ટ Li-Fi!

  • હવે ભૂલી જાવ Wi-Fi, આવે  છે 100 ગણું ફાસ્ટ Li-Fi!

નવી દિલ્હી તા.13
22 વર્ષના દીપક સોલંકીએ પોતાની પ્રતિભાના બળે આ અદભુત વિષય વિશે વિચાર્યું હતું. IIT બોમ્બે અને IIT હૈદરાબાદમાં રોબોટ સાથે રમનારો એન્જિનિયરિંગનો આ વિદ્યાર્થી રિસર્ચની દુનિયામાં કંઈક અલગ કરવા માગતો હતો. વર્ષ 2012માં દીપકે વ્યક્તિગત પ્રોપ્રાયટરશિપ ધરાવતા બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવ્યું, જે લાઇફ ફિડેલિટી (Li-Fi) ટેક્નિક ધરાવતા ક્ષેત્રમાં કામ કરવાની હતી.
આજના સમયમાં ઇન્ટરનેટ રેડિયો વેવ્સ દ્વારા ચાલે છે અને Wi-Fi આ વેવ્સનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિટ કરવામાં કરે છે અથવા ઇન્ટરનેટ સ્પીડ વધારવામાં.Li-Fi એવી ટેક્નિક છે, જે ડેટા ટ્રાન્સમિશનને સપોર્ટ કરે છે અથવા પ્રકાશનો ઉપયોગ કરી ઇન્ટરનેટની સ્પીડ વધારે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર હેરાલ્ડ હાસે 2011ની TED ગ્લોબલ ટોકમાં આ આવિષ્કાર વિશે જાણકારી આપી હતી. આ ટેક્નિક નેટવર્ક, મોબાઇલ
હાઈ-સ્પીડ કોમ્યુનિકેશન માટે એલઇડી બલ્બનો ઉપયોગ કરતું હતું. તેમાં સૌથી અનોખી વાત એ છે કે, લાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સ્પીડ વાઇ-ફાઇની સરખામણીમાં 100 ગણી વધુ ઝડપી હોવાનો દાવો કરાયો છે. વિએલમન્ની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇન્ડિયા)ના ફાઉન્ડર તથા સીઈઓ દીપક સોલંકીએ 2013ના ઉનાળા સુધી આ ટેક્નિકના પ્રોટોટાઇપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને આશા હતી કે, આ ક્રાંતિકારી ટેક્નિકને ઘણું સમર્થન મળશે. 27 વર્ષીય દીપક કહે છે કે, હું લાઇટ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરવામાં સફળ થઈ ગયો હતો અને શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે, અમારે કોઈ લાઇટિંગ કંપની પાસે જવું જોઈએ, કારણ કે આ ટેક્નિકમાં એલઇડી બલ્બનો સમાવેશ થાય છે. જોકે કોઈએ પણ તેમાં રુચિ દાખવી નહોતી, ત્યારે હું ફંડ માટે રોકાણકારો પાસે પહોંચ્યો. ત્યાર બાદ હું મારી પ્રોડક્ટના પ્રોટોટાઇપમાંથી વર્કિંગ મોડલ તરફ વધ્યો. 2014માં દીપકને ઇસ્તોનિયામાં બુલ્ડઇટ હાર્ડવેર કંપનીમાં કામ કરવાની તક મળી. 2015ના ઉનાળા સુધીમાં દીપક ભારત પાછો આવ્યો, કારણ કે તે દેશમાં પોતાની છઉ ટીમ બનાવવા માગતો હતો.
આ ટેક્નિક કેવી રીતે કામ કરે છે તેની પર વિએલમન્નીએ બે અલગ અલગ ડિવાઇસ બનાવ્યાં છે. એક ડિવાઇસ ઇન્ડોર માટે છે અને એક આઉટડોર માટે. ઇન્ડોર ડિવાઇસમાં એક એક્સેસ પોઇન્ટ અને એક ડોંગલ હોય છે. લાઇ-ફાઇ એક્સેસ પોઇન્ટ પણ વાઇ-ફાઇ જેવું હોય છે, જેમાં રાઉટર હોય છે. સોલંકી કહે છે કે, અમે લાઇ-ફાઇ એક્સેસ પોઇન્ટમાં લાઇટના સોર્સ પાસે પ્લગ લગાવીએ છીએ, એટલે કે જ્યાં એલઇડી હોય છે. રાઉટરને એલઇડી અને એલઇડી ડ્રાઇવર વચ્ચે પ્લગ કરવામાં આવે છે. અમારી પાસે એક યુએસબી ડોંગલ પણ હોય છે, જેના દ્વારા લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટ ડિવાઇસ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. આઉટડોર માટે કંપની પાસે અલગ ડિવાઇસ હોય છે.
સપ્ટેમ્બર, 2017માં વિએલમન્નીએ એરક્રાફ્ટ ઇન્ટીરિયો એક્સ્પો બોસ્ટનમાં પ્રોડક્ટનું સોફ્ટ લોન્ચ કર્યું હતું. આ વર્ષથી જ વિએલમન્નીની આ પ્રોડક્ટમાં લોકોની રુચિ વધવી લાગી અને ભારતીય બજારમાં પણ તેમાં લોકો રુચિ દર્શાવી રહ્યા છે.