પી.ચિદમ્બરમ્ના પુત્રના ઘરે ઇડીના દરોડા

  • પી.ચિદમ્બરમ્ના પુત્રના ઘરે ઇડીના દરોડા

નવી દિલ્હી તા.13
પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના દીકરા કાર્તિની ઘરે ઇડીના અધિકારીઓએ શનિવારના રોજ દરોડા પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઇડીના અધિકારીઓએ દિલ્હી અને ચેન્નાઇ સ્થિત પાંચ જગ્યાએ દરોડ પાડ્યા છે. તેમાંથી એક જગ્યા દિલ્હીના જંગપુરામાં જ્યારે ચાર બીજી જગ્યા ચેન્નાઇમાં છે.
પ્રવર્તન નિર્દેશાલયના પાંચ અધિકારી સવારે સાડ સાત વાગ્યાથી જ ચિદમ્બરમના ઘરે હાજર છે. ચિદમ્બરમ કે તેમના દીકરા કાર્તિ ચેન્નાઇ સ્થિત પોતાના ઘરે નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એરસેલ મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની 1.6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન ઇડીની જાણમાં આવ્યું હતું કે એરસેલ મેક્સિસ કેસમાં એફઆઇપીબીની મંજૂરી મળી હતી તે મંજૂરી ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પોતાના મેન્ડેટની બહાર જઇને આપી હતી.