ખપ પુરતી માંગથી ખાંડમાં સુસ્તી

મુંબઇ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર અંદાજે એક સપ્તાહ સુધી ટેન્ડરોના ભાવમાં ટકેલું વલણ રહ્યા બાદ આજે મહારાષ્ટ્રની સ્થાનિક ખપપૂરતી લેવાલી તેમજ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડનાં ટેન્ડરનાં ભાવમાં અનુક્રમે કવીન્ટલે રૂા.ર0 અને રૂા.રપ નો ઘટાડો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ હાજર અને નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ઘટાડો આવ્યો હતો. જો કે, આજે હાજરમાં રીટેલ સ્તરની અને નાકા ડિલિવરી ધોરણે વપરાશકાર ઉદ્યોગની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ર8 થી ર9 ટ્રકની આવક સામે સ્ટોકીસ્ટો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં ઉપાડ અંદાજે ર7 થી ર8 ટ્રકનો રહ્યો હતો તેમજ મિલો પાછળ હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી કિવન્ટલે રૂા.ર0 ઘટીને રૂા.3રર0 થી 3400 માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી કિવન્ટલે રૂા.રપ ઘટીને રૂા.331પ થી 34પ0 આસપાસના મથાળે ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલી છુટીછવાઇ જળવાઇ રહી હતી તેમજ મિલો પાછળ ભાવમાં નરમાઇનું વલણ રહેતાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુકમે કિવન્ટલે રૂા.3170 થી 33પ0 માં અને રૂા.3ર6પ થી 3400માં થયા હતા.આજે મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડર કિવન્ટલે રૂા.3070 થી 3રપ0માં અને મિડિયમ ગ્રેડની ખાંડના ટેન્ડર કવીન્ટલે રૂા.316પ થી 3300 આસપાસની સપાટીએ જવાની ધારણા સૂત્રો મુકી રહ્યા હતા.