ડોલર સામે રૂપિયામાં નરમી

મુંબઇ: શુક્રવારે નવેમ્બર મહિનાના ઔદ્યોગીક ઉત્પાદનના અને ડીસેમ્બર મહિનાના ગ્રાહક ભાવાંક આધારીત ફુગાવાના આંકડાઓની જાહેરાત થવાની હોવાથી સ્થાનિક ફોરેકસ માર્કેટમાં આજે ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી ડોલર સામે રૂપિયો સાધારણ છ પૈસા નબળો પડયો હતો. જો કે, સ્થાનિક ઇકવીટી માર્કેટમાં આજે બોમ્બે સ્ટોક એકસચેંજના બેન્ચમાર્ક સેન્સેકસમાં 70 પોઇન્ટનો સુધારો આવ્યો હોવાને કારણે સ્થાનિકમાં રૂપિયામાં મોટો ઘટાડો અટકયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડોલર સામે રૂપિયો ગઇકાલના 63.60ના બંધ સામે 63.6પ ના મથાળે ખુલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 63.81 અને ઉપરમાં 63.પપ ની રેન્જમાં અથડાયા બાદ સત્રના અંતે ગઇકાલના બંધથી છ પૈસા નબળો પડીને 63.66 ના મથાળે બંધ રહ્યો હતો. જો કે, આજે 10 વર્ષીય બોન્ડની ઊપજ ગઇકાલની 7.ર6 ટકાની સપાટીએ યથાવત રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.