નવેસરથી લેવાલી નીકળતા ટીનમાં સુધારો

મુંબઇ: વૈશ્ર્વિક ધાતુ બજારમાં આજે નિકલના ભાવમાં 1.1 ટકાનો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનીક જથ્થાંબંધ ધાતુ બજારમાં પણ ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની નવેસરથી લેવાલી નીકળતા ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ.10 અને રૂ.5 વધી આવ્યા હતા. આ ઉપરાંત કોપર અને બ્રાસની ચોકકસ વેરાઇટીઓ તેમ જ ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનીક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 1 થી 3નો સુધારો નોંધાયો હતો. વૈશ્ર્વિક બજારમાં નિકલના સ્ટોકમાં ઘટાડો થાય તેવી ભીતિ હેઠળ આજે શાંઘાઇ એકસચેન્જ ખાતે નિકલના ભાવ ગઇકાલના બંધ ભાવથી 1.1 ટકાના ઉછાળા સાથે ટનદીઠ 1,01,430 યુઆન (15,587.83 ડોલર) આસપાસ ક્વોટ થઇ રહ્યા હતા. વધુમાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કપરના ભાવ ગઇકાલના બંધ ભાવથી 0.1 ટકાના સુધારા સાથે ટનદીઠ 7163 ડોલર આસપાસ ક્વોટા થઇ રહ્યાના અહેવાલ હતા. સ્થાનીક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગીક વપરાશકારો અને સ્થાનીક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 10 વધીને રૂ.845 અને રૂ.પાંચ વધીને રૂ.1350ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનીક ડીલરોની લેવાલીને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 3 વધીને રૂ. 479, કોપર કેબલ સ્ક્રપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર, કોપર શીટ કટીગ્સ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 2 વધીને અનુક્રમે રૂ.451, રૂ.442, રૂ.435, રૂ.432, રૂ.345 અને રૂ.332ના મથાળે અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ.1 વધીને રૂ.240ના મથાળે રહ્યા હતા. જો કે આજે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઇન્ગોટ્સ અને લીડ ઇન્ગોટસમાં છૂટી છવાઇ માગ જળવાઇ રહેતા ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 415, રૂ.125, રૂ.157 અને રૂ.172ની સપાટીએ ટકેલા રહ્યા હતા.